Friday 2 August 2019

ટાઈ બ્રેકર ભારતમાં અન્ય રમતોમાં

જમાના સાથે બધુજ બદલાયું.
રમત ગમતના નિયમોમાં વધુ ઝડપી પ્રતિસ્પર્ધીત આકર્ષક બનાવાઈ છે. કૌશલ્ય પણ ઘણા જોવા ન મળતા નવા શોધાવા લાગ્યા છે !
દા..ત. બાઉન્ડરી લાઈન પર કેચ કરી ઉછાળી અન્દરની તરફ ફેંકી કે સાથી ખેલાડીને પકડાવી દેવો , સ્લીપ કે લેગ સ્લીપ પર ઉંચો શોટ મારી દેવો રિવર્સ સ્વીપ વગેરે....
આવું દરેક રમત માં થયું છે.
ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન માં રેકેટ ક્રાંતિ થઈ છે 200-350 કિમિ ઝડપ શટલ કે બોલ પ્રાપ્ત કરે છે !!
હોકી માં સ્કિલ ઝડપને જ આધાર બનાવી એસ્ત્રોટરફ જ કરી નાખી છે
કેટલાક રમતના પોતાનાજ નિયમોનો ફેરફાર દરેક ક્ષેત્રે સ્વિકૃત થયો છે તેમાંના થોડા ક્રિકેટ સિવાયના નમૂના
 ગેમ  બહુ લાંબી ચાલતા હોય છે ! "ટાઈ બ્રેકર"થી સોલ્વ કર્યું.
ટેનિસમાં 2 ઓલ સેટ પછી પાંચમા પણ 12 ગેમ ઓલ પર ટાઈબ્રેકર મુક્યો ! જે યોકોવિચ આ વખતે જીત્યો !
બેડમિન્ટન, વોલીબોલમાં સર્વિસ વાળાનેજ પોઇન્ટ ઉમેરાતા તે ગયું ! ગેમજ 21 ની કરી દીધી અને ફોલ્ટીની સામે પોઇન્ટ સ્કોર ગણીજ દેવાનું. સર્વિસ હોય કે ન હોય !
સ્પીનિંગ ટેનિસ બોલ અને સ્પીનિંગ શટલ સર્વિસ તો જોયેલી પણ સ્પીનિંગ ડ્રોપ સ્પીનિંગ શોટ્સ બિલકુલ ઉપાડી ન શકાય તેવા અને રીટરન્સ માં પણ અનેક કુશળતાઓ ડેવલપ થઈ છે જે ટીવીમાં પણ માણી શકાય છે...
સ્ટેમીના પર આધારીત આ રમત એટલી બધી ઝડપી થઈ ગઈ કે બેડમિન્ટનમાં 30 વરસની ઉંમર બહુ થઈ ગઈ.!
નેટ નો પણ પોતાની ફેવરમાં જ મહદ અંશે ફાયદો થાય તે પણ રમાવા લાગ્યું..જોકે હજી તેમાં કુદરત નો હાથ સહેજ ઉપર છે...
ટેબલ ટેનિસ વાળા એ 5 ના બદલે 2 પોઇન્ટ્સ પછી સર્વિસ ચેન્જ ! અને ગેમજ 11 પોઇન્ટની કરી દીધી!
મેચ ગેમ સાવ નાની ગણતરી થતા સાવ નાની ન થાય એટલે બેસ્ટ ઓફ 3 માં 2-0 થાય તોય ત્રીજી ગેમ રમાય છે !! ટી ટી માં ચાલુ ગેમે સમેશ સ્પિન ડ્રોપ પણ રમાતા જોયા....
આ બધા ય માં ફૂટબોલ પણ હજી 45 મિનિટ ના 2 હાફ પછી extra ટાઈમ ગોલ્ડન ગોલ, પેનલ્ટી શૂટ આઉટ સુધી આવી ગયું... FUSTAL ઇનડોર નાનું મેદાન ફૂટબોલ પણ પોપ્યુલર થવા લાગ્યું...
ચેસમાં પણ ટાઈમ લિમિટ,પોઇન્ટ શેર ટેક, કમ્પલસરી નમ્બર્સ મુવસથી ટાઈબ્રેકર જ થાય છે ...
આ બધું નક્કી કરતા લોકો દરેક રમતને તેના લિમિટ બાહરના કૌશલ્ય આનંદ સ્પર્ધામાં ફાસ્ટર હાયર ગ્રેટર તરફ ઓલોમ્પિક સિદ્ધાંત તરફ લઈ જાય છે અભિનંદન
માણી શકો તો જરૂર આનંદો...
તા. ક. ગદ્ધા ચોર, મનગૂસ, સ્ટ્રીકટ મનગૂસ, 420, નેપોલિયન, કાળીની 3, લાસ્ટ પેજ,
ઢગલા બાજી, સતીયો માં ટોળી પ્રમાણે નિયમો સતત બદલાતા રહે છે છતાંય ક્યારેય કોઈને
કોઈજ તકલીફ પડી હોય તે ધ્યાનમાં નથી

ડૉ એચ જી જોષી